skip to content

મોરબી: ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોન્ટ્રાકટર પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાતની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર પિતા-પુત્રએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં અગાઉ બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી તો આજે મોરબી કોર્ટે પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરી છે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર, ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે આજે નામંજૂર કરી હતી જયારે અન્ય બે આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે કોર્ટમાં કરેલી જામીન અરજીમાં ગઈકાલે દલીલો કરવામાં આવી હતી અને આજે કોર્ટે બંને પિતા-પુત્રની જામીન અરજી પણ નામંજૂર કરી છે

આમ ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા તમામ નવ આરોપીને જામીન મળ્યા નથી તો જયસુખ પટેલના રિમાન્ડ પણ પૂર્ણ થતા તેઓ હાલ જેલહવાલે છે ત્યારે તેઓ રેગ્યુલર જામીન અરજી કરે તેવી શક્યતાઓ પણ રહેલી છે

આ સમાચારને શેર કરો