Placeholder canvas

ટંકારા: ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને કાનૂની પડકાર…

મોરબી : વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારીપત્રમા ક્ષતિઓ રાખવા મામલે ટંકારા પડધરી મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ હાઇકોર્ટમાં કરેલી રિટ પીટીશન એડમિટ થઈ છે અને નામદાર કોર્ટ દ્વારા દુર્લભજી દેથરીયાને કોર્ટમાં હાજર થવા સમન્સ કર્યું હોવાનું જાણવા મળે છે.

મળેલી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી વિજેતા બનેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની જીતને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હરીફ ઉમેદવાર લલિત કગથરાએ પડકારી રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ-1951 હેઠળ દાદ માંગતાં આજે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાની અરજી એડમિટ થઈ છે અને આગામી સુનાવણીમાં હાજર થવા દુર્લભજી દેથરીયાને સમન્સ પાઠવવા કાર્યવાહી કરવામાં આવી હતી.

નામદાર હાઇકોર્ટ સમક્ષ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ દાદ માંગતા કહ્યું હતું કે, ટંકારાથી ભાજપના વિજેતા થયેલા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હોવાનું તથા શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા ન હતી તેમજ મિલકતની યોગ્ય માહિતી દર્શાવી ન હોવાની સાથે કાર હોવા છતા દર્શાવી ફોર્મમાં ન દર્શાવી ફોર્મમાં અનેક ખાના બાકી રાખ્યા હતા આમ છતાં રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરવામાં છતાં પણ ઉમેદવારી ફોર્મ રદ ન કરતા કાનૂની લડત શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો