Placeholder canvas

ટંકારા: સરકારી જમીન ઉપર દુકાન બનાવનારા ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

ટંકારા : સરકારી ખરાબાની જમીન પર આડેધડ કરાતા બાંધકામ સામે ટંકારા મામલતદારે લાલ આંખ કરી છે, તાલુકાના નેકનામ ગામે ખરાબાની જમીનમાં બે શટર વાળી દુકાન બનાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે સરકારી ખરાબાની જમીન ઉપર શક્તિસિંહ ઉર્ફે કૃષ્ણસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા, યુવરાજસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા અને કુલદીપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા નામના ત્રણ ભાઈઓએ બે શટર વાળી દુકાન બનાવી હોવાની ફરિયાદ મળતા ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો