Placeholder canvas

ટંકારામાં કોગ્રેસના મિટીંગ માટેના સ્થાનને પણ ભાજપે સર કર્યુ!

દશકાઓ સુધી આજ જગ્યા ઉપરથી કોગ્રેસે કમળને કચળી હાથને મજબુત કરવા રાજકીય સોખટા ફેકયા હતા.

અગાઉ કહેવાતું હતું જોકે હવે જ્વલ્લેજ કોઈ અનુભવવામાં બાકી હશે કે રાજકારણમાં કોઈ નેતા કોઈ પક્ષમાં કાયમી નથી. પરંતુ ટંકારા તાલુકાના રાજકીય ક્ષેત્રે એક સ્થાનનું ખુબ મહત્વ રહેલું હતું. કોઈ પણ ગામડામાં સાદ કરો કે રામાપીરના મંદિર ટંકારા મિટિંગ છે? એટલે પછી કાઈ ચોખવટ કરવી ન પડે અને એજ રીતે પ્રભુચરણ આશ્રમે મિટીંગની હાકલે પણ પક્ષ અને કોણ કોણ આવશેની ખબર પડી જતી.

પણ આજે સોશ્યલ મિડિયામાં એક ફોટો જોવા મળ્યો. આમતો રૂટીન સંગઠનની કામગીરી મુજબ ટિફિન બેઠકનું આયોજન હતું જેમાં રાજકોટ લોકસભાના સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના નામાંકિત નેતાઓ આ બેઠકમાં ટંકારા રાજકોટ મોરબી રોડ પર આવેલા રામાપીરની જગ્યા ઉપર આવ્યા અને જમ્યા પણ ખરા. પણ આ એજ જગ્યા છે જ્યાં સહકારી ક્ષેત્રના અગ્રણી કોગ્રેસના પિઠ નેતા સ્વ. વાધજી બોડાની બેસવાની બેઠકનું સ્થાન હતું. બેકઠ પણ કેવી? જેવી નકર તેવી આખા દેશની વાત કે કોઈ કામ આ જગ્યાએથી પતી જાય ભાઈ…. 2007 તથા 2012 ના ધારાસભ્ય જે જગ્યા પરથી નક્કી થયા ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયત અને હાલે મોરબી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની રાજકીય લડત લડવા કોગ્રેસે કમળને કચળી પંજાને મજબુત કરવા કરેલ રણનીતિ સ્થાને પહોચ્યું ભાજપ. ખેર આ કોઈ મોટી વાત નથી આવુ તો ચાલ્યા કરે. પણ હજુ પણ અનેક પિઢ કોગ્રેસી આ જગ્યા પર ખિલ્લો સુધંવા આવે છે. અથવાતો આવુ પડે છે. ત્યારે એનુ શું? એવી ચર્ચા રાજકીય ગલિયારામા ગુજંવા લાગી છે. ઉપરાંત જગ્યા ઉપરથી ક્યા પક્ષની મિટીંગ છે એ ખ્યાલ આવી જતો એ હવે ભુતકાળ બની જશે!.

ફાઈલ તસ્વીર

આ સમાચારને શેર કરો