Placeholder canvas

ટંકારા: પ્રિન્સિપાલ ન્યાયાલયના બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયું.

ટંકારા પ્રિન્સિપાલ ન્યાયાલય નુ બિલ્ડીંગ નુ ખાતમુહૂર્ત યોજાયું લાંબા સમય થી ટંકારા કોર્ટ બિલ્ડીંગ બનાવવા વકીલો અને જાગુત નાગરિકો માંગ કરી રહ્યા હતા. લતીપર રોડ ઉપર વિશ્રામગૃહ ની બાજુમાં બનશે નવી કોર્ટ.

મોરબી એડીશનલ જજ વી. એ. બુદ્ધા સાહેબ તથા ટંકારા સિવિલ પ્રિન્સિપાલ જજ એન. સી. જાધવ સાહેબ તથા ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ પિયુષ ડી. ભટાસણા વકીલ તથા ઉપપ્રમુખ મુકેશ વી. બારૈયા તથા સેક્રેટરી રમેશ જી. ભાગીયા તથા તમામ વકીલ મંડળની હાજરીમાં ટંકારા કોર્ટનું નવા બિલ્ડિંગનું તારીખ ૨૨/૧૦/૨૦૨૨ ના રોજ ખાત મુહર્ત તથા ભુમી પૂજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઈન ભુમી પુજન હાઈકોર્ટેના જજ જોડાયા હતા આ ઉપરાંત ટંકારા કાયદા તજજ્ઞ અતુલભાઈ ત્રિવેદી, અરવિંદ એમ છત્રોલા, પરેશ ઉજરીયા, બી. વી. હાલા, રાહુલભાઈ ડાંગર, નિલેશ ભાગિયા અને યુવા વકીલ કાનજી દેવડા તથા ટંકારા કોર્ટ સ્ટાફ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાડાની જગ્યા માથી પોતાની જગ્યા પર કોર્ટ બનાવવા સિનિયર વકિલ અમિત જાની, ભાગિયા સંજય, અલ્પેશ દલસાનિયા સહિતના મોરબી ના વકિલો એ પણ માંગણી કરી હતી. જે હવે સંતોષ થતા આનંદની લાગણી વ્યાપી છે. એક વર્ષના સમય મર્યાદામાં નવ હજાર ચોરસ મીટર જમીન પર 7કરોડ 34 લાખની રકમમાં નવુ બિલ્ડીંગ અતિ આધુનિક સગવડ અને સુવિધા સાથે તૈયાર થશે.

આ સમાચારને શેર કરો