Placeholder canvas

ટંકારા: જુનિયર ક્લાર્કના પરીક્ષકો માટે વહીવટી તંત્ર અને સામાજિક કાર્યકરો દ્રારા સુંદર વ્યવસ્થા.

ટંકારા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને આશ્રય સ્થાન અને ભરપેટ ભોજન કરાવતા સામાજીક કાર્યકર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પણ આખી રાત અને પરીક્ષા પુર્ણ થઈ ત્યા સુધી સુંદર વ્યવસ્થા કરી હતી. કચ્છ ભુજ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્રારકા સહિતના જીલ્લાના અનેક ઉમેદવારો રાત્રે કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા અને અહી રોકાણ કર્યું હતું આ માટે આખી રાત ટંકારા સામાજીક ટિમ દોડતી રહી ભાવિંન સેજપાલ મુન્નાભાઈ આશર, મિતેષ મહેતા, જયદીપ જાની, રણજીત ગઢવી જે પોતે પણ પરીક્ષાથી હતા, રાજ પંડયા, હેમંતભાઈ ચાવડા, અલ્પેશ ઝાપડા, જયેશ ભટાસણા સહિતના જોડાયા હતા.

આ ઉપરાંત સવારે આવતા ઉમેદવારો માટે કેન્દ્ર સુધી મુકવા માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી તો ડોક્યુમેન્ટ કોલ લેટર માટે રાજ કોમ્પ્યુટર બાબુલાલે સેવા આપી હતી ઉતારા માટે કષ્ટભંજન હનુમાનજી મંદિર, મચ્છોમાં મંદિર ફુલિયા હનુમાનજી મંદિરે રૂમ આપ્યા હતા. ટંકારા ખાતે વિના મૂલ્યે સર્વ જ્ઞાતિ માટે સેવા આપી રહેલ તાલુકાવાસી નો પરીક્ષાથીએ આભાર માન્યો હતો. બિજી તરફ ટંકારા મામલતદારશ્રી કેતન સખિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી હર્ષવર્ધનસિહ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ આર હેરભા સહિતના વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો