ટંકારા

ટંકારામાં રવિવારે રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ પર જૈનાચાર્યનુ જાહેર પ્રવચન યોજાયું

નવપદની શાશ્વત ચૈત્રી ઓળીના આરાધકોનુ બહુમાન કરવામાં આવ્યુ

શ્રી ટંકારા જૈન શ્વેતાંબર સંઘમાં મોરબી થી વિહાર કરીને પધારેલ આજીવન ગુરુ ગુણ ચરણોપાસક શ્રીમણીગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મા. સા આદિ 15 સાધુ ભગવંતોની પધરામણી થઈ અક્ષતની ગહુંલી કાઢી સ્વાગત કર્યું. 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબી સમસ્ત જૈન સંઘ અને ટંકારા જૈન સંઘના ઉપક્રમે ચૈત્ર માસની શાશ્વત ઓળી જૈનઆચાર્યશ્રીની નિશ્રામાં યોજવામાં આવી હતી જેના લાભાર્થી દિનાબેન દિલીપભાઈ સવંતભાઈ સુતરીયા પરિવાર સિધ્ધાર્થ ક્વાર્ટઝે સુંદર લાભ લીધો. 550 આરાધકો ટંકારાના 48 આરાધકો હતા. આમનું રવિવારે બપોરે જાહેર સભા દરમિયાન તિલક હાર કવરથી બહુમાન કરાયું તપસ્વી અમર રહોના ગગનભેદી નાદ દેરાસરમાં ગુંજી ઉઠયા 48 તપસ્વીઓમાં 15- સ્થાનકવાસી 15 દેરાવાસી 1 યતી અને 12 અજૈન આરાધકોએ ભાવથી 10 આયંબિલની તપસ્યા કરેલ.

પ્રવચન વેળાએ રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ વિષય પર જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી મા.સા દ્વારા જાહેર પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રામાયણ સંસ્કૃતિની ગંગોત્રી છે સંસ્કારોની પાઠશાળા છે રામાયણથી જીવન જીવવાની કળા શીખવા મળે છે રામનો વિનય, ભરતનો ત્યાગ, લક્ષ્મણનો ભ્રાતૂપ્રેમ, સીતાનું સતીત્વ હનુમાનજીની સ્વામીભક્તિ લવકુશની પિતૃ ભક્તિ આદિનું વર્ણન કરી કહ્યું કે દ્રોપદી ન બોલ્યા હોત તો મહાભારત ન થઈ હોત અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થઈ હોત, યુદ્ધ ભૂમિમાં છેલ્લો શ્વાસ લેતા રાવણનો ગહન સંદેશ હતો કે ઉતાવળે કામ ન કરો કર્યું હોય તો સાદા સરળ અને સાત્વિક માણસોની સલાહ માની પાછા ફરવું અને સારા કામમાં ઢીલ ન કરવી

ટંકારાથી વિહાર કરી પૂજ્ય આચાર્ય ભગવાનશ્રી આદિથાણા મોરબી ટંકારામાં આયંબિલ ઓળી કરાવી રાજકોટ પહોંચશે ત્યાં આગામી 12 એપ્રિલથી 16 એપ્રિલ જાગનાથમાં અનેક આયોજન અનુષ્ઠાનો કરાવી સુરત તરફ પ્રયાણ કરશે.

આ સમાચારને શેર કરો