ટંકારા:ખેલ મહાકુંભમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નાયબ મામલતદારે મેળવ્યું અવ્વલ સ્થાન
આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
થોડા દિવસો પહેલાં યોજાયેલી ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યના રમતવીરો માટે પ્લેટફોર્મ પુરૂ પાડી તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી તેની આવડત ઉજાગર કરવાનો મોકો મળે છે ત્યારે ટંકારા મામલતદાર કચેરી ખાતે રેવન્યુ વિભાગના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ મિતેષ પટેલે ઓપન ટેનિસ ટૂર્નામેંટના અદકેરૂ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જ્યારે બિજા ક્રમે હળવદના રાજેશ રૂપાલા અને ત્રિજા ક્રમે ધનાળાના શિક્ષક રમેશભાઈ સૌલંકી રહા હતા આ ત્રણે રમતવીરો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર અને કર્મચારીઓ માટે કામકાજનું ભારણ હોવા છતાં રમત ગમતની સ્પર્ધામા સારો દેખાવ કરી ટંકારા તથા મામલતદાર કચેરીનું ગૌરવ વધાર્યું છે જો આવા રમતવીરો માટે સરકાર યોગ્ય વાતાવરણ ઉભુ કરે તો શુ નો કરી શકે એનો દાખલો ઉભો કર્યો છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews