Placeholder canvas

વાંકાનેર: પાલાસડી ગામે પશુઓના ચારામાં લાગી આગ…,એક ભેંસ અને પાડી દાઝી…

વાંકાનેર: આજે બપોરના વાંકાનેર તાલુકોના પલાસડી ગામ ખાતે પશુનાં ચારો રાખવાના વાળામાં અચાનક આગ લાગી હતી. જેમાં આશરે ૨૧ ટ્રેક્ટર જેટલો પશુનો ચારો બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે અન્ય ચારો ગામલોકોની સમયસૂચકતાથી બચાવી લેવાયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ આજે બપોરે પલાસડી ગામમાં પશુઓના ચારામાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ગામમાં આવેલા મસ્જિદના માઈકમાંથી એલાન કરતા ગામલોકો આગ બુઝાવવા માટે પોતાને જે મળ્યું તે સાધનો લઈને દોડી આવ્યા હતા.આગ બુઝાવવાના કામે લાગી ગયા હતા. એવા સમયમાં એક મોટું ટ્રેક્ટર લાવીને આગ વધુ ન ફેલાય તે માટે ત્યાં પડેલો અન્ય ચારો દૂર ખસેડી લેવામાં આવતા કેટલો પશુ ચારો બચાવી લેવાયો હતો.

પલાસડી ગામે આ આગની ઘટનામાં એક ભેંસ અને એક પાડી દાઝી ગયા હોવાની માહિતી મળી છે. આ આગના કારણે ખેડૂતોનો પશુ ચારો બળી જતાં લાખો રૂપિયાની નુકશાની આવેલ છે અને પશુના મોઢેથી ચારો છીનવાઇ ગયો છે. જેથી આ ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે.

આ આગ બુઝાવવા માટે મોરબીના ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મામલતદાર કચેરીને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. મોરબીથી ફાયરફાઇટર આવે તે પહેલા ગામલોકોએ પોતાના હાથ વગા સાધનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો પરંતુ એ સમય દરમિયાન ૨૧ ટ્રેક્ટર જેટલી કળબ, પશુનો ચારો બળીને ખાખ થઈ ગયો હતો.

ખાટલે મોટી ખોટ એ છે કે વાંકાનેર નગરપાલિકા પાસે ફાયર ફાઈટર નથી થોડા વર્ષો પૂર્વે વાંકાનેર નગરપાલિકાના ફાયર ફાયટરો પર વીજળી પડતા ફાયર ફાયટરો બિન ઉપયોગી થઇ ગયા છે. જે આજ સુધી નવા ફાયર ફાઇટરોનો ન આવતા વાંકાનેર શહેર અને તાલુકાની જનતા અગના બનાવમાં રામભરોસે છે અને જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે મોરબી રાજકોટ થી ફાયર ફાયટરો બોલાવવામાં આવે છે. આ બાબતે અધિકારી અને લોકોને સ્વપ્ના દેખાડીને સત્તા સ્થાને બેસતા પદાધિકારીઓએ ઘટતું કરવું જોઈએ તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

જુવો વીડિયો….
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો