Placeholder canvas

ટંકારા: ગ્રામ પંચાયતની ધોર બેદરકારી રોડ બનાવતા વધેલી માટી બાજુની શેરીમાં નાખી દધી…

ટંકારા ગામ પંચાયતની ધોર બેદરકારી રોડ બનાવતા વધારાની માટી બાજુની શેરીમાં નાખી દેતા ગારા કિચડનુ સામ્રાજ્ય સર્જાયું રહિશો ને રહેવુ દુશ્વાર બનતા લેખિત રજૂઆત

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 3 માં પાણીની પાઈપ લાઈન તથા પેવર બ્લોકનું કામ કરતી વખતે ખોદકામ દરમિયાન વધારાની માટી પંચાયતના કોન્ટ્રાક્ટરે ઉપાડવાની બદલે ત્યા તથા આગળની સોસાયટીમાં ખડકલો કરી દેતા રહિશો રજુઆત કરવા પંચાયત ખાતે પહોંચ્યા હતા જ્યા સત્તાધિશોએ ઉડાઉ જવાબ મળતા નગરજનો એ આ અંગે લેખિત ફરિયાદ કરી છે. રજુઆત કરતા જણાવ્યું કે રોડ કામ અને પાણીની પાઈપ લાઈન નાખતા વધેલી માટી અમારી માલિકીના ઘર પાસે નાખેલ છે એ ઉપાડવા નહી આવતા વરસાદી પાણી ધરમા ધુસવાની તથા શેરી નંબર 8માં ઘણા વર્ષોથી પાણી નિકાલનો પ્રશ્ન છે વળી આ માટીના કારણે કાદા કિચડનુ સામ્રાજ્ય સર્જાયુ છે. તે તાકીદે હલ કરવા અંતમા જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો