ટંકારા

ટંકારા: બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે શ્રી અધિક શ્રાવણ ધ્વજબંધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઠાકોરજીને અધિક માસે લાડ લડાવવા માટે આજ રોજ તા. 13 ઓગસ્ટને રવિવારે ટંકારામાં દેરીનાકા નજીક બાલકૃષ્ણલાલજી હવેલીમાં ધામધૂમથી ધ્વજબંધ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે હવેલીના ટ્રસ્ટી મંડળ ધ્વજબંધ તથા મનોરથ સમિતિ દ્વારા એક દિવસીય કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં હવેલી ખાતેથી કળશયાત્રા નીકળી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચી હતી ત્યારબાદ હવેલી ખાતે ધજાજી અર્પણ બાદ શ્રીજીના પલના દર્શન તથા નંદ મહોત્સવ ઉજવ્યો હતો. પછી ઠાકોરજીના રાજભોગ દર્શન થયા તથા તિલક આરતી કરવામાં આવી. સાંજે વધાઈ-કીર્તન ગાન હિચ હમચી શયનના દર્શનમાં બંગલાની ઝાંખી અને અંતે સૌ વૈષ્ણવો એ સાથે પંગતમા પાતરામાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ

આ સમાચારને શેર કરો