Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી ગામે યુવતીએ એસીડ પી લેતા સારવાર દરમીયાન મોત.

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની રહેવાસી ૨૧ વર્ષીય યુવતી પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાતીદેવડી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાન્તિલાલ વોરા (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા. ૨૫-૦૧-૨૦૨૩ ના રોજ એસીડ પી લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી અને વધુ સારવાર માટે રાજકોટ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો