Placeholder canvas

વાંકાનેર તાલુકા ભાજપના વધુ એક ઉપપ્રમુખ રાજીનામું

વાંકાનેર તાલુકાના રાજકારણમાં ખળભળાટ શરૂ થયો છે, વાંકાનેર તાલુકા ભાજપમાં અંદરો અંદર મતભેદ કે નારાજગીના કારણે રાજીનામાનો સિલસિલો ચાલુ થયો છે. વાંકાનેર તાલુકા ભાજપના વધુ એક ઉપપ્રમુખે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

વાંકાનેર તાલુકાના રાજકારણમાં અને એમાંય ખાસ કરીને ભાજપમાં આંતરિક મતભેદો અને નારાજગી હવે સામે આવવા લાગી છે. સૌપ્રથમ મોરબી જિલ્લા પંચાયતના લઘુમતી સભ્ય જાહિરઅબ્બાસ શેરસિયાએ શાસક પક્ષના નેતા પદેથી તેમજ તમામ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું હતું, ત્યારબાદ તાલુકા ભાજપના ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાએ પણ રાજીનામું ધરી દીધું હતું અને છેલ્લે તાલુકા ભાજપના વધુ એક ઉપપ્રમુખ સલીમ શેરસિયાએ પણ રાજીનામું ધરી દીધું છે.

સલીમ શેરસિયાએ ગઈકાલે વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ ને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે, તેમાં તેમને પોતાના વ્યવસાયિક જવાબદારીના કારણે પાર્ટીના સંગઠનના ધ્યાન ન આપી શકવાના કારણે તેવો રાજીનામું આપે છે તેવું જણાવ્યું છે. પરંતુ અમારા માહિતી શોર્ષમાંથી મળેલી માહિતી મુજબ તેઓ જાહિરઅબ્બાસથી ખૂબ નજીકની વ્યક્તિ છે અને જાહિરને જિલ્લા પંચાયતની સમિતિઓની ફાળવણીમાં અન્યાય થયો હોય તેથી તેમના સમર્થનમાં તેમને પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

આમ વાંકાનેર તાલુકા ભાજપમાં હવે અંદરોઅંદરના મતભેદો સામે આવી રહ્યા છે. એક રાજકીય વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યા મુજબ લઘુમતી ના આગેવાનો જિલ્લાના ભાજપના મોટા માથાઓથી નારાજ છે અને અમુક આગેવાનો તાલુકાના સંગઠન અને મોટા માથાઓથી નારાજ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમજ વાંકાનેર શહેર ભાજપમાં મતભેદો તો જગજાહેર છે. કેમકે નારાજગીના કારણે જ ભાજપે વાંકાનેર નગર પાલિકા ગુમાવવાનો વખત આવ્યો છે. જો ભાજપ આ નારાજ આગેવાનોને સમજાવીને તેમની નારાજગી દૂર નહીં કરવામાં આવે તો તેમની દૂરોગામી અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પર પડી શકે છે.

આ સમાચારને શેર કરો