Placeholder canvas

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન: આગામી પાંચ દિવસમાં કયા પડશે વરસાદ? જાણો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે સામાન્ય પ્રજા પણ ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજયમાં હજુ 50 ટકા વરસાદની ઘટ છે.

ક્યાં પડ્યો વરસાદ?

અમદાવાદમાં મોડી રાતે વીજળીનાં કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો. ક્યાંક ભારે ઝાપટા તો કયાંક હળવો વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ પોણા બે ઈંચ (૪૩મીમી) વરસાદ જાંબુઘોડામાં નોંધાયો. તો ગોધરામાં 10 મીમી, હાલોલમાં 10 મીમી, કાલોલમાં 6 મીમી, શહેરામાં 2 મીમી, મોરવા હડફમાં 13 મીમી અને ઘોઘંબામાં 7 મીમી વરસાદ નોંધાયો. જિલ્લામાં હાલ પણ વરસાદી આગમનની છડી પોકારતું વાતાવરણ જોવા મળ્યું છે. મોડાસા શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આ ઉપરાંત માલપુર, સજ્જનપુરાકંપા, શીણાવાડમાં વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામા લાંબા વિરામ બાદ એકાએક રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા હતાશ થયેલા ધરતીપુત્રોમાં જીવમાં જીવ આવ્યો છે.

આગામી પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે.

તા. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના ભાગો, બેચરાજી, સમી, વગેરે ભાગોમાં વરસાદ પડશે, તેમજ સુરેન્દ્રનગર ભાગોમાં કેટલાક સમયથી વરસાદ નથી તેવા પાટડી, દસાડા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો