Placeholder canvas

ગોંડલના કાકા-ભત્રીજાને બંદૂક સાથે ફોટો પડી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવો ભારે પડ્યો !!

ગોંડલના દેવા ભરવાડ અને શેમડાના ભગા ભરવાડની ધરપકડ…

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ભત્રીજાની બંદુક સાથે કાકાએ ફોટો પડાવી સાશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું ધ્યાને આવતા બન્ને સામે ગુનો દાખલ કર્યો છે. અને ગોંડલના ભગવતપરા શેરી નં.7માં રહેતા દેવા બચુ ગોહિલ(ભરવાડ) (ઉ.વ.34) અને શેમડાના ભગા દેવા પડસારિયા (ભરવાડ) (ઉ.વ.52)ની ધરપકડ કરી હતી અને લાયસન્સધારક શરત ભંગ અને આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ ભગિરથસિંહ જાડેજા,અમિતભાઇ સુરૂૂ, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી વગેરે કામગીરીમાં હતા ત્યારે સોશ્યલ મીડિયા પર ફેસબુકમાં દેવરાજ ગોહિલ નામના એકાઉન્ટ પર બાર બોરની બંદૂક સાથે દેવા ભરવાડે ફોટો મુક્યો હોવાનું જણાયું હતું. માહિતી મળતા જ પોલીસે દેવાને પકડ્યો હતો.

જેમાં તેણે કબૂલાત આપેલી કે ચાર વર્ષ પહેલાં શેમળામાં કૌટુંબિક ભત્રીજા લાલભાઈ પારસારિયાનાલગ્નમાં ગયા હોય જ્યાં તેમના કૌટુંબિક ભત્રીજા ભગાભાઈના ઘરે આ હથિયાર હોય ફોટો પાડી સોશ્યલ મીડિયા ઉપર મુકેલો. આ અંગે ભગાભાઈની પણ ધરપકડ કરાઈ હતી અને લાયસન્સ વાળી બંદૂક કબ્જે લેવાઈ હતી.

આ સમાચારને શેર કરો