Placeholder canvas

મોરબીમાં સિરામિક પ્લાઝાની એકીહારે 40 દુકાનોના તાળા તૂટ્યાં !!

મોરબીમાં ગત રાત્રીના તસ્કરોએ હાઈવે પર બે મોટા કોમ્પલેક્ષમાં એક સાથે 40 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી અને પરચુરણ વસ્તુની ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. એક સાથે 40 જેટલી દુકાનોમાં ચોરીની ધટના બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલા સિરામિક પ્લાઝા-1 અને સિરામીક પ્લાઝા-2 માં વહેલી સવારના સુમારે તસ્કરો ત્રાટક્યાં હતા અને બંને કોમ્પલેક્ષ મળીને 40 જેટલી દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. સવારના સુમારે દુકાનદારો પોતાની ઓફિસે પહોચતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને 40 દુકાનોમાં ચોરી થઇ હોવાની માહિતી મળી હતી. તો ધટનાની જાણ થતા જ મોરબી બી ડીવીઝન પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તો તસ્કરોને પરચુરણ વસ્તુઓ હાથે લાગે જેમાં રોકડ રકમ, લેપટોપ તેમજ 10 જેટલી ઓફીસમાંથી એસીના કોપર વાયરની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ સમાચારને શેર કરો