રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત, આજે આવશે રિપોર્ટ
શાપર વેરાવળ વિસ્તારનાં 45 વર્ષનાં યુવાનનું આજે મંગળવારે રિપોર્ટ આવે તે પહેલા જ સિવિલ હૉસ્પિટલમાં મોત નીપજ્યું છે.
રાજકોટ : શહેરની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાનાં શંકાસ્પદ દર્દીનું મોત નીપજ્યું છે. શાપર વેરાવળ વિસ્તારનાં 45 વર્ષનાં યુવાનનું આજે મંગળવારે રિપોર્ટ આવે તે પહેલા જ સિવિલ હૉસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ વ્યક્તિની સારવાર સરકારી હૉસ્પિટલ ખાતે પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. આ પહેલા પણ શહેરનાં 18 વ્યક્તિઓનાં રિપોર્ટનાં પરિક્ષણ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતા જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાકીનાં 17 જણનાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં.
વડોદરા ગયેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ
આ ઉપરાંત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 10 વ્યક્તિઓ વડોદરા નાગડવાડામાં ગયા હતા. તેના સેમ્પલ લઇને પરિક્ષણ માટે મોકલવામાં આવતા શિહોરના જલુના ચોકમાં રહેતા 20 વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તંત્રએ હાલ તેના પરિવારજનોને ક્વૉરન્ટીન કર્યાં છે.
સિવિલમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા
શહેરની સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા ત્રણ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા હતા. જેમાંથી એક રાજકોટના શહેરી વિસ્તારનો અને અન્ય બે અન્ય જિલ્લાના દર્દીઓ હતા. આરોગ્ય વિભાગની ટીમે એક દર્દીને પકડી પાડ્યો હતો અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતા. ત્યારે હજુ બે દર્દીઓ ફરાર છે. એક મહિલા શંકાસ્પદ દર્દી તેના બાળક સાથે ભાગી ગઈ હતી. ત્યારે તેને થોરાળા પોલીસે ગણતરીના સમયમાં જ પકડી પાડી હતી.
માસ્ક ફરજિયાત
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનાનાં કહેર સામે લડવા માટે માસ્ક ફરજિયાત પહેરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જે જાહેરનામા અંતર્ગત તારીખ 13 માર્ચ 2020ના સવારે છ વાગ્યાથી રાજકોટમાં જાહેર સ્થળો પર ફરનાર વ્યક્તિ એ માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજકોટ શહેરની હદમાં રહેતા લોકો તેમજ બહારગામથી રાજકોટ શહેરની અંદર પ્રવેશતા લોકોએ પોતાનું મોઢું ઢાંકવુ ફરજિયાત છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…