ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીના દિવસે જાહેર કાર્યક્રમની ઉજવણી મોકૂફ
સ્વયં સૈનિક દળ દ્વારા આજે જારી કરવામાં આવેલી પ્રેસ યાદી પ્રમાણે આવતીકાલ ૧૪મી એપ્રિલના દિવસે એટલે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયાનો 128મો જન્મદિવસ હોય તેની ભારતના અલગ અલગ સંગઠનો ઉજવણી કરવામાં આવે છે. સ્વયં સૈનિક દળએ જવાબદાર, કાનૂન વ્યવસ્થાનું પાલન, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતું સંગઠન છે જે પોતાના માનવતાવાદી મહાનાયકો જેવા કે ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અને આદર્શોને અનુસરે છે.
ત્યારે હાલમાં કોરોના જે મહામારી ચાલી રહી છે ત્યારે હજારો લોકોના મોત નિપજ્યા છે ગુજરાત પણ અત્યારે આ સંકટમાં બચી શક્યું નથી ત્યારે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે ડૉ. બાબસાહેબ આંબેડકરની જન્મજયંતિના તમામ કાર્યક્રમો ગુજરાતના દરેક જિલ્લામાં મોકૂફ રાખવામાં આવેલ છે. તેના માટે સ્વયં સેવક દ્વારા આપેલી યાદી પ્રમાણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે આપણે આપણા ઘરમાં જ રહીને બાબાસાહેબના માનવતાવાદી વિચારોને વેગ આપવા માટે આપણાં જ ઘરમાં રહીને બુદ્ધ વંદના કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકરને સેલ્યુટ આપી અને બાબાસાહેબ પ્રત્યેનું ઋણ અદા કરીએ.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…