Placeholder canvas

આજે લોકડાઉનનો છેલ્લો દિવસ, લોકડાઉનનો સમય વધશે કે આંશિક છૂટછાટ મળશે તેને લઇને લોકોમાં ચર્ચા

રાજ્યમાં રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન પ્રમાણે છૂટછાટ મળી શકે છે.

એક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 572 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની વાત કરી હતી તે આજે 14 એપ્રિલે પૂર્ણ થાય છે. વડાપ્રધાન આજે નવી જાહેરાત કરી શકે છે. તેવામાં ગુજરાતની જનતામાં એવી ચર્ચા થઇ રહી છેકે રાજ્યમાં લોકડાઉનનો સમય વધારવામાં આવશે કે આંશિક છૂટછાટ આપવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ-38, વડોદરા-6, સુરત- 5,બનાસકાંઠા-2, ભરૂચ-3, પંચમહાલ-1, આણંદ-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. કુલ 572 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશી, 32 આંતરરાજ્ય અને 507ને લોકલ સંક્રમણ લાગ્યું છે. ભાવનગરના જિલ્લાના શિહોરથી વડોદરાના નાગરવાડા વિસ્તારમાં જઇ પરત ફરેલા 20 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિહોરમાં આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો