Placeholder canvas

ટંકારા: સજનપર પ્રા. શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારા તાલુકાના સજનપર ગામે રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા.

જ્યારે ગ્રામ્ય કક્ષાએ 19 થી 40 વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફરને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેનએ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રથમ ક્રમે વિજેતા જાહેર કર્યા હતા. સાગરભાઈ જ્યારે ધો.7 માં હતા ત્યારથી જ તેમણે સંકલ્પ કરેલ હતો કે હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીશ જ અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ અને આજે તેઓ દરરોજના 108 સૂર્યનમસ્કાર કરે છે. આ કાર્યક્રમમાં સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનાસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી.

આ સમાચારને શેર કરો