Placeholder canvas

વાંકાનેર:બાઈક ચાલકે મહિલાને હડફેટે લેતા ગર્ભમાં રહેલા બાળકનું મોત.

વાંકાનેર : 27 નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જતા ગર્ભવતી મહિલાને બાઈક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં રોડ ઉપર પડી ગયેલ મહિલાના ગર્ભમાં રહેલા બાળકને હેમરેજ થઇ જતા જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું,

આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઝારખંડના વતની અને હાલમાં વાંકાનેર તાલુકાના જાબુડીયા ગામની સીમમા આવેલ આયોટા સીરામીકની ઓરડીમા રહેતા લક્ષ્મીબેન માગેયા બીરૂવા ઉ.28 વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જતા હતા ત્યારે GJ–03–KL–7190 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં લક્ષ્મીબેન રોડ ઉપર પડી જતા તેમના ગર્ભમાં રહેલા બાળકને ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડતા ગર્ભમાં રહેલા બાળકને માથામાં હેમરેજ થઇ જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ બાઈક ચાલક પોતાનું બાઈક રેઢું મૂકી નાસી ગયો હતો. ઘટના અંગે લક્ષ્મીબેને આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો