Placeholder canvas

રાજકોટ: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો

રાજકોટ: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે દિવાળીના પર્વેમાં જ ખૂની ખેલ ખેલાયો છે. જેમાં જૂથ અથડામણમાં ઘટના સ્થળે જ એકની ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. અને 6 વ્યક્તિને ઇજા થઇ છે. જ્યારે એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ ઘટનામાં હાલ જે ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેની વિગત મુજબ મહેશ પાંચા સરાવડા(ઉ.વ.40) (રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક) આજે મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જયકીશાન મેઈન રોડ, જમના પાર્ક શેરી નં.10 પાસે હતા ત્યારે બે શખ્સોએ આવી છરી વડે હુમલો કરતા માથામાં અને શરીરના અન્ય ભાગે ઇજા થતાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજો બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

અન્ય ઇજાગ્રસ્તોમાં વલ્લભ જસમત રૈયાણી (ઉ.વ.52),વિકાસ લખમણ (ઉ.વ.19), સુધમ મધુભાઈ (ઉ.વ.30), અર્જુન સુનિલ લાઠીગ્રા (ઉ.વ.26) (રહે. સેટેલાઇટ ચોક મધુવન સ્કૂલ પાસે)ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાને પગલે બી.ડિવિઝન પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે.

આ સમાચારને શેર કરો