Placeholder canvas

સુરેન્દ્રનગર LCB અને SOGની ટીમે એમ.પી.ના ટોપકલા પંથકમાં કૂવામાં નાખેલી 18 કિલો ચાંદી શોધી કાઢી.

સાયલા પાસે આંગડીયાની વાનને આંતરીને ચાંદીની લૂંટ કરવામાં આવી હતી જેમાં એમપીમાં તપાસ માટે ધામા નાખીને પડેલી સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજીની ટીમે આરોપીએ ત્યાના કુવામાં નાખી દીધુલુ વધુ 18 કિલો ચાંદી અને 8 કિલો ઇમિટેશનના ઘરેણા શોધી કાઢયા હતા.

સાયલા ચાંદી લૂંટ કેસમાં પોલીસે અગાઉ 3 આરોપીને પકડી લીધા હતા. તેમની પાસેથી 75 કિલો ચાંદી સહિત કુલ રૂ.49 લાખની કિંમતનો મુદામાલ મળી આવ્યો હતો. બાકીના મુદ્દામાલ અને આરોપીની તપાસ માટે એલસીબી અને એસઓજીની ટીમ એમ.પીના ટોપકલા પંથકમાં ધામા નાખીને ફરી રહી છે.

ત્યારે સ્થાનિક સોર્સની પુછપરછ કરતા આરોપીઓએ ટોપકલા ગામમાં આવેલા કુવામાં ચાંદી અને ઘરેણા નાખ્યા હોવાની હકીકત મળી હતી. આથી સુરેન્દ્રનગર પોલીસે એમપીમાં કુવામાં તપાસ કરાવી હતી જેમાં વધુ 18 કિલો ચાંદી અને 8 કિલો ઇમિટેશનના ઘરેણા મળી આવ્યા હતા.તમામ સામાન બીનવરસી હાલતમાં પોલીસે જપ્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો