Placeholder canvas

બ્રેકીંગ ન્યૂઝ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના:ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ

14મી નવેમ્બરની મુદ્દત પડી, ગુજરાત સરકારને નોટીસ ફટકારી

મોરબીનો ઝૂલતો પુલ ગત લાભપાંચમના દિવસે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તૂટ્યો હતો. જેમાં 134 જેટલા લોકોના મોત નિપજ્યા હતા.

આ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરાઈ છે અને ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે. હવે14મી નવેમ્બરની મુદ્દત પડી છે.

આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.

આ સમાચારને શેર કરો