skip to content

રવિવારે કોરોનાની ગતિ ધીરી: મોરબી જિલ્લામાં માત્ર 7 કેસ, 1 દર્દીનું મોત

મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 650, 13 દર્દીઓએને સારું થઈ જતા હોસ્પિટલમાંથી અપાઈ રજા…

મોરબી જિલ્લામાં આજે રવિવારે કોરોનાની ગતિ હળવી જોવા મળી, આજે માત્ર 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે એક દર્દીનો કોરોનાએ ભોગ પણ લીધો છે. વધુમાં આજે 13 દર્દીઓ સાજા થતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આ સાથે જિલ્લાની અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો કુલ કેસ 650 થયા છે. જેમાંથી 408 દર્દીઓ સાજા થયા છે. 40ના મોત નિપજ્યા છે. જ્યારે હાલ 202 દર્દીઓ સારવારમાં છે.

આજના કોરોનાના નોંધાયેલા સાત કેસમાં પાંચ કેસ મોરબીના અને બે કેસ હળવદના નોંધાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં 13 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, તેમાં 12 દર્દી મોરબીના છે અને એક દર્દી હળવદના છે. આજે જે કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું છે તે ગણેશ નગર મોરબી ના રહેવાસી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો