Placeholder canvas

માલવણમાં ખેતમજૂર યુવતિ ઉપર નરાધમે બળાત્કાર ગુજારતા મહિલાનો આપઘાત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હતી અને હવે બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બેન દીકરીઓ કેટલી સુરક્ષિત છે તેની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં બળાત્કારના બનાવો સતત વધતા હોય છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામે વધુ એક બળાત્કારનો બનાવ સામે આવ્યો છે ખેત મજૂરી કરી રહેલી 18 વર્ષની યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારે આ મામલે બળાત્કારનો ભોગ બનેલી 18 વર્ષની યુવતીએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર મામલે ચકચાર મચી જવા પામ્યો છે. યુવતીની ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.

મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ઝિંઝુવાળા ગામેથી આશરે બે મહિના પહેલા ખેત મજૂરી કરવા માટે ગુગાભાઈ વડેચા અને તેમનો પરિવાર આવ્યો હતો ત્યારે ખેત મજૂરી કરી અને તેમનો પરિવાર પોતાની જીવન ધોરણ ગુજારતો હતો ત્યારે માલવણ નજીક આવેલ જીગ્નેશ પટેલની વાડીમાં ખેત મજૂરી કરવા માટે આ સમગ્ર પરિવાર આવ્યો હતો જેની સાથે ચાર બહેનો પણ આવી હતી.
જીગ્નેશ પટેલની વાડી માલવણ નજીક આવેલી છે ત્યાં બળાત્કારનો બનાવ બન્યો છે ગંગાભાઈ વડેચાની નાની દીકરી સુમા સાથે બળાત્કારનો બનાવ બન્યો છે બનેલ ઘટનાને લઇ અને હાડોહાડ લાગી આવતા સુમા નામની 18 વર્ષની દીકરીએ ખેતરમાં કપાસ છાંટવાની દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે જેને લઈને આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે કે આ બનાવને લઈ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે . આ મામલે પોલીસ તંત્ર એ પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો