Placeholder canvas

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સંદીપસિંહ ઝાલાને પાછા મુકાયા.

મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલીનો જૂનો ઓર્ડર રદ કરી ફરી તેઓને મોરબી નગરપાલિકામાં જ મુકવામાં આવ્યા છે.

તાજેતરમાં રાજ્યની નગરપાલિકાઓના 20 જેટલા ચિફ ઓફિસરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી હતી. પરંતુ આજે ફરી બદલીના ઓર્ડર થયા હોય, તેમાં જુના બદલીના ઓર્ડર થયેલા 3 ચીફ ઓફિસરોને જુના સ્થાને જ મુકવાનો હુકમ થયો છે. આ લિસ્ટમાં મોરબીના સંદીપસિંહ ઝાલાનું પણ નામ છે. જ્યારે હળવદના ચીફ ઓફિસર તરીકે પાટણથી બદલી થઈને આવેલ પંકજ બારોટને મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો