Placeholder canvas

મોરબી: DySP એમ.આઈ.પઠાણની બદલી, રાજકોટ મદદનીશ પોલીસ કમિશનરનું પ્રોમોશન…

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં બદલી ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબીના ડીવાયએસપી એમ.આઈ.પઠાણની બઢતી સાથે રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાની ચૂંટણીની તારીખ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા 76 જેટલા ડીવાયએસપીની બદલી કરી દેવામાં આવી છે.

હાલ મોરબી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકની ફરજ બજાવતા એમ.આઈ.પઠાણની રાજકોટ શહેરમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.જયારે તેમના સ્થાને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામીની મોરબી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકના પદે નિમણુંક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો