Placeholder canvas

વિધાર્થીની વેદના: હવે અમે માનસિક રીતે થાકી ગયા છી, ઘરે શું મોઢું બતાવીશું ?

આજે ગુજરાત સરકારમાં લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને ગઈકાલ રાતથી નીકળેલા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા મથકે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે પેપર ફૂટી ગયું છે અને તેમને ધર્મનો ધક્કો થયો ! જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેથી જુનિયર કલાર્કનું પેપર સાચવવા નિષ્ફળ ગયેલી સરકાર જાગૃત થઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કેટલાક વિદ્યાર્થીઓએ પત્રકારોના માઇક સામે બાળાપો કાઢતા કહ્યું હતું કે દરેકના મા-બાપ ઈચ્છે છે કે પોતાનો દીકરો દીકરી ભણે અને આગળ વધે અને રાજ્ય અને દેશનું નામ રોશન કરે… પણ આ સરકારે પેપર ફોડી નાખ્યું પણ હવે અમે માનસિક રીતે થાકી ગયા છીએ એક ને એક વસ્તુ કેટલી વાર વાંચવી સરકારને એક જ નમ્ર અપીલ કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો અને પારદર્શિતા સાથે ભરતી કરો…

આજે અમારા મા-બાપને કેટલો હરખ હતો અને કેટલી આશા રાખીને બેઠા હતા કે મારો દીકરો-દીકરી ગુજરાત સરકારના કર્મચારીની સીટ પર આવશે આજે તેમની આશા પર આ સરકારે પાણી ફેરવી નાખ્યું છે. હવે અમે તેમને શું મોઢું બતાવીશું ? આ સરકારે અમને ક્યાયના રહેવા દીધા નથી.

ગઈકાલ રાત્રેથી જ આ કળકળતી ઠંડીમાં વિધાર્થીઓ નીકળ્યા હતા, પણ જ્યારે પેપર આપવાના સ્થળે પહોંચ્યા ત્યારે પેપર ફૂટી ગયું હતું એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મોટો ખર્ચો કરીને પરીક્ષા દેવા ગયા પણ ત્યાં બોર્ડ જોવા મળ્યું કે આ પેપર ફૂટી ગયું છે. જેથી વિદ્યાર્થીઓ ખૂબ નિરાશા થઈ ગયા છે આના માટે સંપૂર્ણ સરકાર જ જવાબદાર છે અને આ સરકાર હવે ફૂટવી જોઈએ.. વિદ્યાર્થીઓ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે આ સરકારમાં જો થોડી ઘણી પણ શરમ બચી હોય તો હવે તેમને રાજીનામ આપી દેવું જોઈએ અને જો સરકારે એવું નહીં કરે તો વિદ્યાર્થીઓ હવે રસ્તા પર ઉતરી આવશે…

આ સમાચારને શેર કરો