વિધાર્થીઓમાં આક્રોશ:જો સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો હવે રાજીનામું આપી દે…
પેપર ફોડી ભરતીને ટલે ચડાવીને બેરોજગારની મજાક ઉડાવી રહી છે સરકાર
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે.
સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઊઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલાં બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું છે. આવા સમયે ઉમેદવારો પોતાનો બળાપો કાઢ્ત આ જોવા મળ્યા હતા. આ પહેલા ભાજપની 99 સીટ હતી હવે તો 156 સીટ આપી તો અમને ભોરોસો તો આપો. પણ આ ભાજપની ‘ભરોસાની સરકાર’ પર હવે તેમને ભરોસો રહ્યો નથી. ત્યારે સવાલ આ છે કી હવે કોના પર ભરોસો કરવો? હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે.
વિદ્યાર્થીઓ વધુમાં બલાપો કાઢતા કહ્યું હતું કે પેપર ફૂટતા સરકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે આગમચતિના પગલાં રૂપે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને બીજા અન્ય સ્થળોએ બંદોબસ્ત ગોઠવી દીધો, પરંતુ જો આ પેપર માટે આટલો બંધોબસ્ત ગોઠવ્યો હોત તો પેપર ફૂટ્યું ન હોત અને અમે પરીક્ષા આપી શક્યા હોત… હવે તો એવું લાગે છે કે આ સરકાર જ પેપર ફોડી રહી છે, કેમકે તેને નોકરી આપવાની ત્રેવડ નથી એટલે આવા બહાના કાઢીને ટલે ચડાવીને બેરોજગારની મજાક ઉડાવી રહી છે. શું ભાજપનો આ જ ભરોસો છે ? કેટલાક વિદ્યાર્થીઓ તો એવુ પણ કહતા સાંભળ્યા કે ઝેરના પારખા ના હોય…!!! જો ભાજપ અને ભાજપની સરકાર મને થોડી ઘણી પણ શરમ હોય તો હવે રાજીનામું દઈ જવું જોઈએ..