Placeholder canvas

આજથી ઢોર પોલિસીનું અમલીકરણ…

રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉઘડો લેતા AMC દ્વારા તાત્કાલિક ધોરણે ઢોર પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી હતી. જેના માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

આજે 1 સપ્ટેમ્બથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ શરૂ થઈ જશે. 1 સપ્ટેમ્બરથી લઈને 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના પશુઓને રાખવા માટે લાયસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવેથી પોતાના પશુઓને રાખવા માટે પોતાની માલિકીની અથવા ભાડાની જગ્યા હોવી ફરજીયાત છે. જો પશુઓ રાખવા માટેની જગ્યા નહીં હોય તો પોતાના પશુઓને શહેરમાંથી દૂર અન્ય જગ્યાએ ખસેડવાના રહેશે. 90 દિવસ બાદ જો કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા રખડતા પશુઓ મળી આવશે અને લાયસન્સ નહીં હોય તો તેના પશુ પરત આપવામાં આવશે નહીં.

આ સમાચારને શેર કરો