Placeholder canvas

એફપ્રો સંસ્થા દ્વારા કપાસમા આવતી ગુલબી ઇયળનુ સંકલિત નિયંત્રણ અંગે ખેડૂત તાલીમ અને PB KNOT ડેમોસ્ટ્રેશન આપવા મા આવ્યુ.

વાંકાનેર: એફપ્રો પ્રોજેક્ટ ઓફિસ વાંકાનેર અને દક્ષિણ એશિયા બાયોટેકનોલોજી જોધપુર ના ઉપક્રમે વાંકાનેરના તીથવા ગામે કપાસમા આવતી ગુલાબી ઇયળના સંકલિત નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલ PB KNOT નો ડેમોસ્ટ્રેશન કરવા મા આવ્યુ હતું. અને ખેડૂતોને તે ટેકનોલોજી ગુલાબી ઈયળનુ કઇ રીતે કંટ્રોલ કરે છે. તે લાઇવ ફિલ્ડ પર માર્ગદર્શન આપવામા આવ્યુ. હતું

ડેમોસ્ટ્રેશન માટે 60 એકર એરીયા સિલેક્ટ કરવામા આવ્યો હતો અને તેમા PB KNOT અને ફેરોમેન ટ્રેપ લગાવામા આવ્યા. જેમનો ઉપયોગ કેમ કરવો અને તે ટેકનોલોજી કઇ રીતે કામ કરે છે તે અંગે માહિતી આપવામા આવી. આ ડેમોસ્ટ્રેશનનો હેતુ ખેડૂતોમા ગુલાબી ઈયળના સંકલિત નિયંત્રણ અંગે જાગૃતિ આવે અને એ સમસ્યા અંગે સમાધાન મેળવી શકાય. ICAR ના માર્ગદર્શન મુજબ એફપ્રો સંસ્થા અને દક્ષિણ એશિયા બાયોટેકનોલોજી જોધપુરની ટીમ દ્વારા ખેડૂતને કપાસમા આવતી ગુલબી ઈયળનુ સંકલિત નિયંત્રણ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.

આ સમાચારને શેર કરો