Placeholder canvas

ગુજરાતમાં ગુજરાતી ફરજિયાત નહિ. -હાઇકોર્ટ

મુંબઇ બેઝ ગુજરાતી વિચાર મંચ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ધ્રુવીન ભૂપતાની મારફતે અરજી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના 18 ફેબ્રુઆરી, 2022ના ગુજરાતી ભાષાના જાહેર અને ખાનગી સ્થલોના ઉપયોગ અંગે ઓથોરિટીને અમલ માટે આદેશ આપવામાં આવે. આ મામલે ગુરૂવારે ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય જજ સુનિતા અગ્રવાલ અને અનિરૂદ્ધ માઈની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અરજદારે અરજી પર મુખ્ય જજ સુનિતા અગ્રવાલને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુજરાતી બધે જ વપરાય છે, હું પણ ગુજરાતી સમજી શકુ છું. અરજદારે વધુમાં કહ્યું હતું કે, જાહેર જગ્યાઓએ ગુજરાતીમાં નામ, સૂચના વગેરે માહિતી હોય છે. પરંતુ બધે જ તેનો સંપૂર્ણ અમલ કરાતો નથી. ખાસ કરીને પ્રાઇવેટ શોપિંગ મોલ, સિનેમાઘરો, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ તેની જરૂર છે. મુખ્ય ન્યાયધીશે જણાવ્યું હતું કે, મને મોટા ભાગે ગુજરાતી ભાષામાં જ સાઈનબોર્ડ જોવા મળે છે. પ્રાઈવેટ વ્યક્તિઓ પર ફોર્સ કરી શકાય નહીં. આ માટે તમે મુહિમ ચલાવો, લોકોને જાગૃત કરો.

આ સમાચારને શેર કરો