Placeholder canvas

ટંકારા: STEM QUIZમાં તાલુકા કક્ષાએ ઓરપેટ કન્યા છાત્રાલયની 5 છાત્રો ઉતિર્ણ. હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લેવામાં આવતી STEM QUIZ મા તાલુકા કક્ષાએ ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ છાત્રો ઉતિર્ણ. આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

આજે મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના અભ્યાસુ છાત્રો નું ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લેવામાં આવતી STEM QUIZ નું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ છાત્રો ઉતિર્ણ થયા છે. જેમાં મિતલ જયંતિલાલ ગોધાણી, ક્રુતી વલ્લભભાઈ જગોદરા, નેન્સી અમિતભાઇ ફુલતરીયા, બંસી ઈશ્ર્વરલાલ ડઢાણીયા, કોમલ પ્રવિણભાઈ પરમારે મેદાન મારી હવે રાજ્ય કક્ષાએ જશે. આ ક્વિઝ મા તાલુકા કક્ષાએ ટોપ ટેન મા સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયના પાંચ છાત્રોને શાળા પરીવારે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા અને આચાર્ય અસ્મિતાબેન ગામી, પ્રમુખ હિરાભાઈ ફેફર, ટ્રસ્ટના ગોપાલભાઈ સહિતનાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નાલંદા વિધાલયના ચાર અને એક નવયુગ સંકુલના વિદ્યાર્થી ટોપ ટેન મા સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સમાચારને શેર કરો