Placeholder canvas

“બોલતી બજાર” પ્રોજેકટ માટે હરબટીયાળીના શિક્ષિકાનું DDO દ્રારા સન્માન…

શ્રી હરબટીયાળી ગામે ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરેલ ” બોલતી બજાર ” ની મોરબી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.વી.અંબારીયા દ્વારા ખાસ સમય ફાળવી મુલાકાત લેવામાં આવી. તેમજ ગીતાબેનને સન્માન પુષ્પ આપી પ્રોત્સાહિત કર્યા. તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા તૈયારી દર્શાવી. સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું.

આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડી.આર.ગરચર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયા, નાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજય પ્રતિનિધિ ચુનીલાલ, તાલુકા પંચાયત માંથી જતીનભાઈ ચાવડા, સી.આર.સી. કૌશિકભાઈ, ગામના સરપંચ દેવરાજભાઈ, તલાટી મંત્રી દિવ્યેશભાઈ,આચાર્ય મગનભાઈ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો