Placeholder canvas

ધો.10નું 25મી મે એ પરિણામ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી સપ્તાહમાં 30 મે આસપાસ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવી હતી. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલુ રહી હતી. ધો.10ની પરીક્ષામાં રાજયના 9.56 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. સાયન્સમાં પણ રાજયમાં 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હતી. મુલ્યાંકનની કામગીરીમાં સૌપ્રથમ ધો.12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થતા બોર્ડે 2 મેના રોજ ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરી દીધુ હતું.

સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ બાકી રહેલા બંને પરિણામ સમયસર જાહેર થાય તે માટે બોર્ડ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં ધો.10ના પરિણામને લગતી તમામ કામગીરી પૂર્ણ થતા બોર્ડ દ્વારા 25મી મેં ના રોજ ધો.10નું પરિણામ જાહેર કરેલ છે. ધો.10ના પરિણામ બાદ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનું આયોજન છે.

આ સમાચારને શેર કરો