Placeholder canvas

વાંકાનેર: સતાપરના સરપંચે પતિ અને પુત્રના નામે ખોટા વાઉચર બનાવતા DDOએ કર્યા ઘરભેગા !!

વાંકાનેરના સતાપર ગામે મહિલા સરપંચે પોતાના પતિ અને પોતાના સાવકા પુત્રના નામે ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા અને નાણાનું ચુકવણું કર્યું હતું આ સમગ્ર બનાવની જાણ મોરબીના ડીડીઓ ડી.ડી.જાડેજાને થતા તેમણે સત્વરે આ બાબતે કડક પગલાં લીધા હતા અને મહિલા સરપંચને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કર્યા હતા

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ ૦૪ કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ ૦૫ કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું. આ પ્રકારે સરપંચ જીલુબેને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનું નાણકીય હિત સાધેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન આચર્યું હતું.

આ સમગ્ર બનાવની જાણ મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાને થતા તેમણે કડક પગલાં લીધા હતા અને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સતાપર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કર્યા હતા.

આ સમાચારને શેર કરો