Placeholder canvas

જો તમે ધોરણ 10 પાસ હો તો તમને સરકારી નોકરી મળી શકે છે..!! વધુ જાણવા વાંચો.

ધોરણ 10 પાસ માટે આવી સરકારી નોકરી, 75000થી વધારે પદ પર થશે ભરતી

10મું પાસ ઉમેદવારો માટે વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં બંપર ભરતીનો મોકો આવ્યો છે. સ્ટાફ સિલેક્શને જીડી કોન્સ્ટેબલ ભરતી 2023 માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેના માધ્યમથી 75768 પદ પર ભરતી કરવાની છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ઉમેદવાર આજે એટલે કે, 24 નવેમ્બરથી એસએસસીની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી જમા કરાવી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર છે.

ભરતીના માધ્યમથી વિવિધ સુરક્ષા દળમાં સામાન્ય ડ્યૂટી કોન્સ્ટેબલના પદ ભરવાના છે. તેમાં BSFના 27875, CISFના 8598, CRPFના 25427, SSBના 5278, ITBPના 3006, અસમ રાઈફલ્સના 4776 અને SSFના 583 પદ ભરવાના છે.

યોગ્યતા :- ભરતી અંતર્ગત અરજી કરનારા ઉમેદવારો પાસે 10મું પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ઉપરાંત તેમની ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અધિકતમ વય મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની છુટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા :- એસએસી જીડી કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને લેખિત પરીક્ષા, શારીરિક દક્ષતા પરીક્ષણ, શારીરિક માપદંડ પરીક્ષણ અને મેડિકલ પરીક્ષણના માધ્યમથી પસંદ કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં રિઝનિંગ, જીકે, મેથ્સ અને હિન્દી-અંગ્રેજીના સવાલો પુછાશે. સમગ્ર જાણકારી માટે તમે ભરતી નોટિફિકેશન પર જઈને ચેક કરી શકશો.

આ સમાચારને શેર કરો