Placeholder canvas

પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠકનું ફોર્મ ઉપાડ્યું!

સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા ની બેઠકો ઉપર ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અપક્ષ તેમજ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો ફોર્મ ઉપાડી રહ્યા છે અને ફાઈલો પણ તૈયાર કરવા લાગ્યા છે હવે માત્ર નામ જાહેર કરવાની રાહ જોવાઈ રહી છે તેવા સંજોગોમાં અપક્ષ ઉમેદવારો પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે પોતાનું જોર દેખાડી રહ્યા છે પૂર્વ નેતા હોય પૂર્વ સાંસદ સભ્ય હોય કાર્યકર્તા હોય કે પક્ષોથી નારાજ હોય તેવા લોકો વિધાનસભાની બેઠક લડવા માટે ફોર્મ ઉપાડીને ચૂંટણી લડવાની તૈયારી દેખાડી રહ્યા છે.

હવે રાજનીતિનાં ખેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થઈ ચૂકયા છે ગમે તે પરિસ્થિતિમાં પોતાનો પક્ષ જીતે તેવા પ્રયાસો તમામ પાર્ટીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે વોટ તોડવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે કારણ કે અપક્ષ ઉમેદવારોને ઉભા રાખી અને મજબૂત ઉમેદવારોના મત તૂટે એવા પ્રયાસ અને તેવી રાજનીતિ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થઈ ચૂકી છે કારણકે ગઈકાલે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી સાથે ફોર્મ ઉપાડ્યું છે.

પોતાના સમર્થકોને લઈ સોમાભાઈ પટેલ ગઈકાલે ચોટીલા પહોંચ્યા હતા અને ત્યાં વિધાનસભાની બેઠકો ઉપરના જે ફોર્મ વિતરણ કરાય છે ત્યાં પહોંચી અને વિધાનસભાની ચૂંટણી લડવાનો ફોર્મ ઉપાડ્યું છે પરંતુ હજુ સુધી ભર્યું નથી ત્યારે તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું ચોક્કસ વિધાનસભાની બેઠક ઉપરથી અપક્ષમાં ચૂંટણી લડીશ,હજુ પણ સમય છે કોઈ ટિકિટ આપશે તો પક્ષમાંથી પણ લડવા તૈયાર છું. પરંતુ હાલની રાજનીતિ મુજબ કોઈપણ પક્ષ સોમાભાઈ પટેલને પોતાના પક્ષમાં સમાવા તૈયાર નથી અને ટિકિટ આપવા પણ તૈયાર ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો