Placeholder canvas

વાંકાનેર: મચ્છુ-1 ડેમમાં પાણીની ધીમી આવક, જળસપાટી 18 ફૂટે પહોંચી

વાંકાનેર મોરબી જીલ્લાનો સૌથી મોટો મચ્છુ 1 ડેમમાં અત્યાર સુધીમાં પાણીની આવક એકદમ ધીમી આવી રહી છે. હાલ મચ્છુ 1 ડેમની જળસપાટી ૧૮ પર પહોંચી છે.

વાંકાનેર તાલુકામાં જલસિકા/હોલમઢ પાસે આવેલ મચ્છુ 1 ડેમમાં ગઇકાલના વરસાદ બાદ પાણી ખૂબ ધીમી આવક ચાલુ થઇ હતી અને આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ડેમની જળ સપાટી 18 ફૂટ પર હોવાની માહિતી મળી છે. મતલબ કે આ છેલ્લા બે દિવસના વરસાદમાં મચ્છુ 1 ડેમમાં માત્ર એક ફૂટ પાણીનો વધારો થયો છે, એ પણ નીચલી સપાટીનો…

અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છુ 1 ડેમના ઉપરવાસના વિસ્તારમાં ગઈ કાલના વરસાદનું પ્રમાણ વધુ નહોતું તેમજ મચ્છુ 1 ડેમ ઉપરવાસમાં આવેલ ફળદંડ ડેમ પણ હજુ ખાલી હોય જેથી મચ્છું-1માં પાણીની આવક ખૂબ જ ઓછી રહે છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને ફળદંડ ભરાઈ જાય ત્યાર પછી જ મચ્છુ-૧ની સપાટી ઝડપથી વધે છે. હાલમાં પોણો મચ્છુ-૧ ડેમ ખાલી છે.

આ સમાચારને શેર કરો