Placeholder canvas

ચોટીલા: સુરાપુરાના દર્શને જતા રાજકોટના રજપૂત પરિવારને નડેલ અકસ્માતમાં 1 મહિલાનું મોત, 13ને ઈજા

રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે કુટુંબ સુરાપુરાના દર્શન માટે જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલાના પાસે છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત થયો.

ચોટીલા : રાજકોટના રજપૂત પરિવાને ચોટીલા પાસે અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં રજપૂત પરિવારના 13 સભ્યોને ઇજા પહોંચતાં ચોટીલા અને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમા રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર પાસે શિવધારા મહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવારમાં ગમનો માહોલ છવાઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે કુટુંબ સુરાપુરાના દર્શન કરવા માટે રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલાના પાસે છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના 13 જેટલા લોકો ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે જેટલા કુટુંબ સુરાપુરા ના દર્શન અર્થે જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલાના પાસે છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના 13 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને ચોટીલા તેમજ રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાનુબેનનું મૃત્યુ નીપજયું હતું.

આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો સાથે જ ઇજાગ્રસ્તોના નિવેદન તેમજ ઘટનાસ્થળ પર હાજર રહેલા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાજકોટ શહેરના રજપૂત પરિવારના બે કુટુંબના ૧૩ જેટલા લોકો છોટાહાથીમાં બેસી ખાટડી ગામે આવેલા પોતાના સુરાપુરાના દર્શને જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક છોટા હાથીને પાછળથી ડમ્પરના ચાલકે ટક્કર મારી ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે પાછળથી ટક્કર વાગવાના કારણે છોટા હાથી પલટી મારી જતા છોટાહાથીમાં બેઠેલા તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી. તો સાથે જ છોટાહાથીમાં પણ નુકસાની પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ મૃતક ભાનુબેન ના પતિ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે કે મૃતકને કોઈ સંતાન ન હોવાનું પણ હાલ સામે આવ્યું છે. પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ મૃતક ભાનુબેનના પતિ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે કે મૃતક ને કોઈ સંતાન ન હોવાનું પણ હાલ સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો