Placeholder canvas

ટંકારા: લજાઈ ગામની સીમમાંથી લાખોના દારૂ સાથે છ રાજસ્થાની ઇસમો ઝડપાયા

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભાડે ગોડાઉન રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને લાખોના દારૂ સાથે પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

લજાઇ ઔધોગિક વિસ્તારના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૃની નાની મોટી બોટલો ૪૨૮૪ બે વાહનો તથા અન્ય મુદામાલ મળી કુલ. ૨૬,૯૪,૧૬૦/- ના મુદામાલ કબ્જે કર્યો છે. ગોડાઉન ભાડે રાખનાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા સૂચનાના આધારે એલસીબી ડી એમ ઢોલ દ્વારા અપાયેલ સૂચના ના આધારે પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કૉડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુંગસયા ખાનગી રાહે હકિકત મળેલ કે ટંકારા તાલુકાના લજાઇ હમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉંમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ અને હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃત્તિ ચાલુ છે એવી ચોક્કસ હકિકત આધારે આ દરોડા પાડતા (૧) અનિલકુમાર ભાગિરથજી લટીયાલ ઉ.વ. ૨૩ રહે ગીરધરોરા તા.ચિતલવાના જી.ગાંચીર (રાજસ્થાન), (૨) મુકેશકુમાર પુનમારામ જાંગુ ઉ.વ.૨૭ રહે રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જા,માંગીર (રાજસ્થાન),(૩) ભવરલાલ મંગળારામ ખોડ ઉ.વ. ૨૦ રહે. દુઠવા તા ચિતલવા જી સૌર (રાજસ્થાન),(૪) પ્રવિણકુમાર ભગવાનારામ ગોદારા ઉ.વ. ૨૧ રહે. કફમણ તા. ચોર (રાજસ્થાન),(૫) મોહનલાલ ઉનમારામ ગોદાર ઉ.વ. ૧૯ રહે. ડચણ તા.જી માચાર (રાજસ્થાન),(૬) ઓમપ્રકાશ હીરારામ ખીચડ ઉ.વ. ૨૨ ૨હે. દુવા તા.ચિતલવાના જી. સૌર (રાજસ્થાન) મળી આવ્યાં હતાં સ્થળ પરથી ગેરકાયદેસર રીતે વહેંચતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલ નંગ-૩૨૭૬ કિ.રૂ. ૧૨,૨૮,૫૦૦/-, રોયલ ચેલેન્જ વ્હીસકી ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ. ૫,૨૪,૧૬૦/- આ ઉપરાંત આ વિદેશી દારૂની હેરફેર કરવા માટે રાખવામાં આવેલ મહીન્ડા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW- 6043 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, મારૂતી સુઝુકી કંપની ની કેરીટબ્રો ગાડી નંબર-GJ-25-0-3384 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/, જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ. ૩૧,૫૦૦/ અને રોકડા રૂપીયા-૧,૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૯૪,૧૬૦/- મુદામાલ કબ્જે કરેલ છે આ ઉપરાંત આ ગુનામાં દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચોર રાજસ્થાન વાળાની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરી છે.

હાલ મોરબી એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ પીએસસાઈ કે.જે.ચૌહાણ, પીએસસાઈ એન.એચ.ચૂડાસમાં, પીએસઆઈ એ.ડી.જાડેજા તથા એલસીબી/ પેરોલ ફર્લો મોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના પોલીસકર્મીઓની ટીમ રોકાયેલ હતી.

આ સમાચારને શેર કરો