Placeholder canvas

લાલપર પાસે મેટાડોર રોડથી નીચે ઉતરીને કેનાલમાં ખાબકતા ખાબકતા રહી ગયું.

મોરબીમાં એક મેટાડોર કેનાલ રોડ પરથી લાલપર તરફ જતું હોય ત્યારે મેટાડોર રોડથી નીચે ઉતરી ગયું હતું અને કેનાલની પાળી પર લટકી ગયું હતું

આ બનાવની મળતી માહિતી મુજબ પેપર રોલ ભરેલ એક મેટાડોર લખધીરપુર રોડ પરથી લાલપર તરફ જતું હતું અને રસ્તો અતિ ખરાબ હોય જેને પગલે મેટાડોર રસ્તા પરથી નીચે ઉતરી ગયું હતું અને નજીકમાં આવેલ કેનાલની કિનારી સુધી પહોંચી ગયું હતું

સદનસીબે કેનાલની પાળી પાસે મેટાડોર અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માતમાં મેટાડોરના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી તેમજ મેટાડોરમાં ભરેલ પેપર રોલનો સામાન કેનાલના કાંઠે પડી ગયેલ જોવા મળ્યો હતો ખરાબ રોડને પગલે ડ્રાઇસરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મેટાડોર રોડથી નીચે ઉતરી ગયું.

આ સમાચારને શેર કરો