Placeholder canvas

સિંધાવદર: ગ્રામ પંચાયતના પટાવાળા પચાસ વર્ષ સેવા આપી નિવૃત થયા.

60 રૂપિયાના પગારથી નોકરીની શરૂઆત કરી ને આજે નિવૃતી વખતે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાળી સન્માન કરીને નિવૃત્તિ આપી.

વાંકાનેર: સિંધાવદર ગામ પંચાયતમાં પટાવાળા તરીકે સેવા આપતા મકવાણા પરબત નાનજીભાઈએ તા. 22/8/1972થી સીંધાવદર ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે આપવાની શરૂઆત કરી હતી. તેવો તા. 31/1/2022ના રોજ 50 વર્ષ ગ્રામ પંચાયતમાં સેવા આપીને નિવૃત થયા છે.

આજે નિવૃત્તિ સમારંભમાં વાંકાનેર મામલતદાર કેલૈયા મેડમ અને તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, સરપંચ સૂફીયાબાનુ પરાસરા, ગ્રામ પંચાયતના સદસ્યો, લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદબાપુ, ગત્રાળનગર પ્રાથમિક શાળાના આચાર્ય જાકીરભાઇ શેરસિયા, તાલુકા શાળા સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અધિકારીઓ અને આગેવાનો એ પરબતભાઈને ગ્રામ પંચાયતમા 50 વર્ષ કરેલ સેવાને બિરદાવીને શાલ ઓઢાડીને, ફૂલહાર કરી સન્માન કરીને નિવૃત્તિ વખતે શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સીંધાવદર ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ 67700 રોકડ પુરસ્કાર આપીને સન્માન કરીને વિદાય આપી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો