Placeholder canvas

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનું સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને11લાખનું દાન

રાજકોટ: જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ વધું એક વખત મોટી સમાજસેવા કરીને સમાજને ઊત્તમ ઉદાહરણ પુરું પાડ્યુ છે. ગત તા.9નાબુધવારે જગદીશ ત્રિવેદીના પત્ની નીતાબહેનનો પચાસમો જન્મદિવસ હતો. પત્નીના પચાસમા જન્મદિવસે લોકો પત્ની સાથે વિદેશ ફરવા જાય કે એને મોટરકાર કે સોનાના હાર જેવી ભેટ લઈ આપે પરંતુ છેલ્લાં સાડા ચાર વર્ષથી પોતાની સંપૂર્ણ આવકનું દાન કરનાર સમાજસેવક જગદીશ ત્રિવેદીએ પત્નીના જન્મદિવસે ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને 11 લાખ રુપિયાનું દાન કરીને સમાજને પ્રેરણાનું ઊત્તમ ઉદાહરણ આપ્યુ છે.

આ નિર્દોષાનંદ હોસ્પિટલ 2011 માં શરું થઈ છે અને ત્યાં કેસ, દવા ઓપરેશન અને ભોજન વગેરેનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને અદ્યતન સેવા થઈ રહી છે. ડો. ત્રિવેદીએ આ અગાઊ શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં અગીયાર લાખનું દાન આપી કેન્સર વિભાગના પુરુષોના વોર્ડની સેવા કરી હતી અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર – રાજુલામાં અગીયાર લાખનું દાન આપી સીટી સ્કેન વોર્ડની સેવા કરી હતી અને ગઈકાલે ટીંબી ગામની નિશૂલ્ક હોસ્પિટલને અગીયાર લાખનું દાન કરી સુંદર સેવા કરેલ છે.

છેલ્લા ત્રીસ વર્ષથી પારિવારીક હાસ્ય દ્વારા લોકોને હસાવનાર આ હાસ્યકલાકાર છેલ્લા સાડા ચાર વર્ષથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેંત્રે દાન કરીને અનેક વિદ્યાર્થીઓ અને દર્દીઓના ચહેરા પર હાસ્યનું નિર્માણ કરી રહ્યા છે. આજ સુધીમાં એમના હાથે થયેલા દાનની રકમ અઢી કરોડને પાર કરી ગઈ છે.હોસ્પિટલના ટ્રસ્ટીઓને તા.9ના ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ડો.જગદીશ ત્રિવેગી, નીતાબેન ત્રિવેદી, મહંતશ્રી, શાહબુદ્દીન રાઠોડ, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, તથા તબીબ ડો.પી.સી.શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરો