મોરબી જીલ્લામાં આજે ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા અને ૭૯ દર્દીઓ સાજા થયા

આજે વાંકાનેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

મોરબી જીલ્લામાં આજે ૧૪ કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૭૯ દર્દીઓ સાજા થયા છે. હાલ એક્ટીવ કેસનો આંકડો ૧૯૯ પર પહોચ્યો છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં આજે ૧૧૮૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૧૪ કેસ પોઝીટીવ નોંધાયા છે.મોરબી તાલુકામાં ગ્રામ્ય ૫ અને શહેરમાં ૨,હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ૧ અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૬ કેસ પોઝીટીવ નોંધાયા છે, આજે વાંકાનેરમાં એક પણ કેસ નોંધાયો નથી.હાલ એક્ટીવ કેસનો આંખ ૧૯૯ પર પહોચ્યો છે.તો આજે વધુ ૭૯ દર્દીઓ સાજા થયા છે.આજદિન સુધીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૯૩ પર પહોચ્યો છે

આ સમાચારને શેર કરો