Placeholder canvas

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

આજથી પવિત્ર શ્રાવણ (બીજો) માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભગવાન શિવજીનો પ્રિય માસ છે. આજથી શિવાલયોમાં ભકતોની ભારે ભીડ જોવા મળશે. શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજશે. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો ભગવાન શિવની ભકિત કરીને જીવને શિવમાં પરોવવાનો પ્રયાસ કરશે.

શ્રાવણ માસમાં શિવભકતો ઉપવાસ એકટાણા કરીને શિવ આરાધનામાં લીન થશે. શિવાલયોમાં સત્સંગ, શિવકથા સહિતના આયોજનો થયા છે. શિવાલયોને સુશોભન અને રોશનીના શણગાર કરાયા છે. શ્રાવણ માસમાં ભાવિકો વહેલા સવારે શિવમંદિરોમાં જઇને શિવલિંગ પર અભિષેક તથા પૂજન-અર્ચન કરશે. આગામી તા. 15મી સપ્ટેમ્બરના શ્રાવણ માસની પુર્ણાહુતિ થશે.

આ સમાચારને શેર કરો