Placeholder canvas

રાજ્યમાં હળવા વરસાદની આગાહી


હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજા હળવા મૂડમાં મહેરબાન થશે. આજથી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ અને કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારની ભારે વરસાદની સંભાવના નથી. જો દરિયાકિનારાની વાત કરીએ તો માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ સમાચારને શેર કરો