Placeholder canvas

કેશોદ તાલુકાનાં શેરગઢમાં ડેન્ગ્યુનો કહેર: આરોગ્ય તંત્ર આરામમાં.!

રિપોર્ટર:- મયુરી મકવાણા-જૂનાગઢ

જુનાગઢ: કેશોદ તાલુકાના શેરગઢ મા અનેક જગ્યાએ ગંદકીના ઢગ જોવા મળતા અલગ અલગ જગ્યાએ ડેન્ગ્યુના તેમજ મેલેરિયા ના કેસ જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલ સબ સેન્ટર અજાબ નીચે આવતા શેરગઢ ગામમાં હાલમાં તાવનો કહેર વર્તાઈ રહ્યો છે. તેવા સમયે ગામલોકોના જણાવ્યા પ્રમાણે આ ગામને આરોગ્ય લક્ષી સારવાર કે સુવિધા મળતી નથી.

તો આરોગ્ય વિભાગ દ્વારા કામગીરીને ધ્યાને લેવામાં આવે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. હાલમા શેરગઢમાં જ અંદાજીત પંદરેક જેટલા ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે, જે કેશોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એક જ ઘરના બે કેસ અને આજુ બાજુના પાડોશીમા પણ ડેન્ગ્યુના કેસો જોવા મળતા તંત્ર આ બાબતે કઈ પગલા લઈ મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.

ખેડૂતો કહેવુ છે કે બહારના લોકો ગામની અંદર જ્યારે ખેતમજૂર વર્ગ આવે છે ત્યારે તેમની સાથે કામગીરી કરવા જતાં આવા લક્ષણો બધાને જોવા મળતા હોય છે અને અત્યારે હાલમાં ખૂબ જ ગંદકીના કારણે વરસાદી માહોલમાં આવા રોગચાળો ફેલાતા હોય ત્યારે તંત્ર તેમના જરૂરી પગલા લે તેવી ગામલોકો વિનંતી કરી રહ્યા છે

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો