વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં આરોગ્ય તંત્રનું ડેંગ્યુ, મેલેરીયા અને ટાઇફોડ સામે જનજાગૃતિ અભિયાન

રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ

વેરાવળ અને સોમનાથ માં ડેંગ્યુ મલેરિયા તથા તાઈફોડ જેવા રોગોનું અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રોગો સામે રક્ષણ કેમ મેળવવું તથા કઈ રીતે બચી શકાય અથવા કોઈ દર્દી રોગથી પીડિત હોય ત્યારે શુ પ્રાથમિક સારવાર કરવી વગેરે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શીખવવામાં આવ્યું હતું તથા મુંબઈની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી સેવા સમિતિ દ્વારા આ બાબતે સમર્થન આપ્યુ હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ હરસિધ્ધી સોસાયટી હુડકો થઈને ઝાલેશ્રવર અને ભીડીયા ભાલકા પ્રભાસ પાટણ માછીમાર વિસ્તારોમાં પણ અર્બન હેલ્થ સેન્ટરના અજયભાઈ પંપાળીયા, વરજાંગભાઇ બારડ, આશા વર્કરને સાથે રાખી મુંબઈની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના અને નગી સેવા સમિતિના યોગેશ સતીકુંવર દ્વારા રિક્ષા પ્રચાર કામગીરીમાં ડેંગ્યુ મેલેરીયા તથા ટાઈફોડના મચ્છરનો ઉપદ્રવ ગંભીર બીમારી સામે આરોગ્ય વિભાગ દ્વારા પત્રિકા તથા પેમ્ફલેટ વિતરણ કરી સાવચેતી રાખવા અપીલ હતી .

સાથે સાથે આશા વર્કર બહેનોએ લોકોને આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો નજીક આરોગ્ય વિભાગ , સામુહિક આરોગ્ય કેન્દ્ર , સીવીલ હોસ્પિટલમાં જઈ સારવાર લેવાનુ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો